ભાવનગર શહેરમાં દંપતિનો ડખ્ખો મારામારી સુધી પહોંચ્યો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરમાં દંપતિનો ડખ્ખો મારામારી સુધી પહોંચ્યો
પતિ, પત્નીએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં રહેતી એક પરણીતા અને તેના પતિ વચ્ચે માથાકૂટ સર્જાતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ બનાવમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે મારામારીમાં ઇજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ શહેરમાં પિયર અને ભાવનગરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં આવેલ સુકુન ફ્લેટમાં પિયર ધરાવતી ડોલી ઉર્ફે ફાતિમાં સાહિલ કાસમાણી ઉંમર વર્ષ 30 ના નિકાહ 10 તારીખ 26 11 2017 ના રોજ શહેરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં રહેતા સાહિલ સાકિર કાસમાણી સાથે સમાજના રીતે રિવાજ મુજબ થયા હતા અને આ પતિ પત્નીને દાંપત્ય જીવન થકી છ વર્ષની પુત્રીની પ્રાપ્તિ થઈ હતી છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી પતિ પત્ની વચ્ચે મનમેળ ન હોવાના કારણે ફરિયાદી મહિલા ડોલી ઉર્ફે ફાતિમાં બોટાદ પિતૃગ્રહે રહેતી હોય અને પતિ તથા સાસરિયાંઓ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ બોટાદ ફેમિલી કોર્ટમાં દાખલ કર્યો હતો દરમિયાન ગતરોજ પોર્ટની મુદત હોય સાહિલ મુદતમાં હાજર રહ્યો હતો એ દરમિયાન ફરિયાદી ડોલી ઉર્ફે ફાતીમાંએ પતિ સાથે રાજી ખુશીથી જવા સંમતિ દર્શાવતા કોર્ટે પતિ સાથે જવાની મંજૂરી આપી હતી

બીજા પક્ષે સાહિલ સાકીર કાસમાણી ઉંમર વર્ષ 27 એ તેની પત્ની ફાતેમા સાહિલ કાસમાણી, ફાતેમાના મામા રફીક સતાર પાંચા, અનિક રફીક પાંચા, જીશાન રફીક પાંચા વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બોટાદ ફેમિલી કોર્ટમાંથી તેની પત્નીને પોતાના ઘરે લાવ્યો હોય અને પરણીતા ફાતેમા તેની સાસુ અનિશા સાથે રહેતી હોય એ દરમિયાન સાહિલ ફાતેમા પાસે જતા પાંચમાએ કહ્યું કે તું મારી પાસે કેમ આવ્યો તેમ કહી ઝઘડો કર્યો હતો અને તેની સાથે ઝપાઝપી કરી સાહિલને ફાતેમાએ બાખોચીયા ભરી ઉઝરડાં પાડ્યાં હતાં એ દરમિયાન દીકરો સાંભળીને ફાતેમાના મામા તથા તેના પુત્રો પણ દોડી આવ્યા હતા અને આ પિતા પુત્રોએ સાહિલ પર હુમલો કરી ઢીકાપાટુનો મૂંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી લોકોના ટોળા એકઠા થતા હુમલાખોર પિતા પુત્રો ફરાર થઈ ગયા હતા જ્યારે સાહિલને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ પ્રકરણને સી ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *