ભાવનગર ઉત્તર કૃષ્ણનગરમાં સામું જોવા બાબતે બે જૂથો વચ્ચે બબાલ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ઉત્તર કૃષ્ણનગરમાં સામું જોવા બાબતે બે જૂથો વચ્ચે બબાલ
બંને પક્ષો વચ્ચે સર્જાયેલી મારામારીમાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત
કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ

ભાવનગર શહેરના આનંદનગર સ્થિત ઉત્તર કૃષ્ણનગરમાં સામો તથા ઘર સામે જોવાની બાબતને લઈને બે જૂથો વચ્ચે મારામારી સર્જાતા આ મારામારીમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે અને બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ઇજાગ્રસ્ત ત્રણે વ્યક્તિઓને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સૌપ્રથમ પ્રથમ પક્ષી દાખલ થયેલી ફરિયાદ મુજબ શહેરના આનંદનગર રોડ પર આવેલ ઉત્તર કૃષ્ણનગર ઘંટીવાળા ખાંચામાં રહેતા ચિરાગ વજુ સુમરા ઉંમર વર્ષ 20 એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ જ વિસ્તારમાં રહેતા બે ભાઈઓ રાહુલ ઉર્ફે બુધો પ્રવીણ સાચીયા, તથા રાજુ ઉર્ફે કાળો પ્રવીણ સાચીયા વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે પોતાનું બાઈક લઈને ઘર નજીક આવેલ ટ્યુશન ક્લાસીસમાં ફરિયાદી તેની બહેન વૈશાલી ને લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે ઘર બહાર ઉભેલ રાહુલ તથા રાજુએ બાઈક સાથે ચિરાગ ને અટકાવ્યો હતો અને કહ્યું હતું કે અમારી તથા અમારા ઘર સામે કેમ જોવે છે તેમ કહી ભૂંડા બોલી ગાળો દઈ ધોકા પડે હુમલો કરી ફરિયાદીની બાઈક પર આડેધડ ઘા મારી બાઇકની તોડફોડ કરી રૂપિયા 1000 નું નુકસાન પહોંચાડ્યું હતું અને ફરિયાદી ચિરાગને પણ મુંઢમાર મારી ઇજા પહોંચાડી હતી..

આ ઘટનામાં ઇજાગ્રસ્ત ચિરાગને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર બાદ બંને હુમલાખોર બંધુઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા પક્ષે રાજુ ઉર્ફે કાળો પ્રવીણ સાચીયા ઉંમર વર્ષ 29 એ તેના ઘર નજીક રહેતા ચિરાગ વજુ સુમરા, તથા વજુ પાલજી સુમરા વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે સાંજના સમયે ફરિયાદી રાજ તથા તેનો ભાઈ રાહુલ ઘર બહાર ઉભા હોય એ દરમિયાન ચિરાગ અને તેના પિતા વધુ હાથમાં ધોકા લઈને તેની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તું તારા ઘર સામે જોવાની ના કેમ પાડે છે તેમ કહી ધોકા વડે હુમલો કર્યો હતો અને બંને ભાઈઓને ધોકા વડે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ રાજ ઉર્ફે કાળો એ હુમલાખોર પિતા પુત્ર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ પ્રકરણ આ પ્રકરણે બી ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *