સુરતમાં શુક્રવારે વહેલી સવારે પડેલા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં શુક્રવારે વહેલી સવારે પડેલા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક
વાતાવરણમાં ઠંડક પ્રસરતા સુરતીઓએ હાશકારો

સુરતીઓ છેલ્લા કેટલાક સમયથી બફારાથી કંટાળી રહ્યા હતા ત્યારે શુક્રવારે વહેલી સવારે પડેલા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરતા સુરતીઓએ હાશકારો અનુભવ્યો હતો.

સુરત શહેરમાં વરસાદી એન્ટ્રી થતા જ ઠંડકનો અહેસાસ થયો હતો. વેહલી સવારે સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ સુરત શહેરના અનેક વિસ્તારોમા વરસાદ વરસ્યો જેથી ગરમીથી હેરાન પરેશાન થયેલા સુરતીઓને રાહત થઈ હતી. જો કે વાહન ચાલકોને સાવચેતી રાખવી પડી હતી. સુરતમાં આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *