ગુજરાતના આદિવાસી પટ્ટા માટે કેન્દ્રમાંથી મળી 2 લાખ કરોડની યોજના
નવસારીના ખેરગામના પીપલખેડ ગામે યોજાયેલ રાત્રિ સભા
રાત્રિ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્રારા આ જાહેરાત કરવામાં આવી
ગુજરાતના આદિવાસી પટ્ટા માટે કેન્દ્રમાંથી મળી 2 લાખ કરોડની યોજનાની જાહેરાત કરાય. નવસારીના ખેરગામના પીપલખેડ ગામે યોજાયેલ રાત્રિ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્રારા આ જાહેરાત કરવામાં આવી છે
ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનજાતિય કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી ત્યારે ગતરોજ નવસારીના ખેરગામના પીપલખેડ ગામે યોજાયેલ રાત્રિ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્રારા આ જાહેરાત કરવામાં આવી છે. ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં જનજાતિય કલ્યાણ યોજના હેઠળ અનેક પ્રશ્નોનું નિરાકરણ આવશે. નવસારીના આદિવાસી વિસ્તારમાં કામોનું આયોજન કરવા મુખ્યમંત્રી દ્રારા અપીલ કરતા શિક્ષણ, પાણી જેવી અનેક સમસ્યાનું સમાધાન આ યોજના થકી 5 વર્ષમાં પૂર્ણ થશે.
