સુરતની કાપોદ્રા પોલીસે ભાગી છુટેલા રીઢા ચોરને પકડી પાડ્યો
રીનોવેશન કરવાને લગતો મશીનરીનો સામાન ચોરી કરી હતી
વિનોદ ચંદુ મીઠાપરાની ધરપકડ
કાપોદ્રા ગણેશ કોલોનીમાં નવીન શેરવાનીના શો રૂમની અંદરથી રીનોવેશન કરવાને લગતો મશીનરીનો સામાન ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોરને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે.
કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. સોલંકીની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એલ. પંડ્યા તથા પી.એસ.આઈ. એમ.બી. વાઘેલાનીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કાપોદ્રા બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ ગણેશ કોલોનીમાં નવીન શેરવાની ના શો રૂમમાં રીનોવેશનની કામગીરી દરમિયાન ત્યાંથી સામાનની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોર એવા વિનોદ ચંદુ મીઠાપરાને અનાર્મ હેડ કોન્સ્ટેબલ દામજી ધનજીભાઈ તથા સંજય મનજીભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રઘઘુ મગનભાઈનાઓએ બાતમીના આધારે અને સીસીટીવી કેમેરાની મતતથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.