બારડોલીમાં ચોમાસા પહેલા પૂરનું સંકટ ટાળવા તંત્ર એક્શનમાં

Featured Video Play Icon
Spread the love

બારડોલીમાં ચોમાસા પહેલા પૂરનું સંકટ ટાળવા તંત્ર એક્શનમાં
તપાસ કમિટી બાદ 69 મિલકત ધારકોને આખરી નોટિસ ફટકારાઈ
કુદરતી વહેણ પર ગેરકાયદે દબાણ કરનારાઓ સામે કાર્યવાહીનો ચાબખો
ધામદોડ-લુંભા વિસ્તારની સોસાયટીઓને નોટિસ અપાઈ

બારડોલી માં ચોમાસા પહેલા પૂરનું સંકટ ટાળવા તંત્ર એક્શનમાં આવ્યું છે. ગતબદીવસો માં રાચાયેલ તપાસ કમિટી બાદ ૬૯ મિલકત ધારકોને આખરી નોટિસ આપવામાં આવી છે. ​કુદરતી વહેણમાં ગેરકાયદે દબાણો કરનારી સોસાયટીઓ અને બિલ્ડરો સામે કાર્યવાહી માંગ ઉઠી હતી.

ચોમાસાની ઋતુ બિલકુલ નજીક છે ત્યારે સુરત જિલ્લા ના બારડોલી માં ડી એમ નગર , એમ એન પાર્ક સહિત ના રહેણાંક વિસ્તારોમાં પુર ની સ્થિતિ સર્જાય છે. ત્યારે ભરાતા પાણીની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે નગરપાલિકા અને ડ્રેનેજ વિભાગે સંયુક્ત રીતે મોટી કામગીરી શરૂ કરાઇ છે. ગત દીવસો રહીશો નો વિરોધ વધતા પ્રાંત અધિકારી ના નેજા હેઠળ તપાસ કમિટી બનાવાય હતી. કડોદ-બારડોલી રોડ પર આવેલા ધામદોડ લુંભા વિસ્તારની વિવિધ સોસાયટીઓ દ્વારા ડ્રેનેજનું ગંદુ પાણી ખુલ્લામાં છોડવા તેમજ કુદરતી (વહેણ) પર ગેરકાયદેસર દબાણ કરવા મામલે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા આસપાસના કુલ ૬૯ જેટલા મિલકત ધારકો અને સોસાયટીના પ્રમુખોને આખરી નોટિસ ફટકારાતા બિલ્ડરો અને દબાણકર્તાઓમાં ફફડાટ મચી ગયો છે.

2નફાખોરીના ચક્કરમાં બિલ્ડરો દ્વારા જેતે જગ્યા ખાડી પુરાણ કરી બાંધકામો કરી નિયમોની ઐસીતૈસી કરી હતી. બારડોલી પાલિકાના ચીફ ઓફિસર અને ડ્રેનેજ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની સંયુક્ત નોટિસમાં તમામ ૬૯ મિલકત ધારકોને ૭ દિવસમાં મંજૂર પ્લાન, બિનખેતી હુકમ અને માલિકીના પુરાવા રજૂ કરવા આદેશ કરાયો છે. જી ડી સી આર નો ૧૨ મીટર માર્જિન છોડવાનો નિયમ સ્પષ્ટ છે, ત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગ કે સ્થાનિક પંચાયત, પાલિકાના કયા અધિકારીઓએ આંખ આડા કાન કરીને આ સોસાયટીઓના નકશા મંજૂર કર્યા? તે પણ મોટો સવાલ છે. બિલ્ડરો તો પ્લોટ કે મકાન વેચીને નફો કમાઈને રવાના થઈ ગયા. પરંતુ આજે નોટિસનો સામનો નિર્દોષ રહીશોએ કરવો પડી રહ્યો છે.,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *