સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો
દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘગર્જનાની ચેતવણી
ધીમે-ધીમે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે
નવરાત્રિમાં ખેલૈયાઓનો ઉત્સાહ થોડો ભીનો થઈ શકે
સુરતમાં વહેલી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને થોડા જ સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી.
સતત વરસતા વરસાદને કારણે શહેરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.વરસાદ વરસતા કામે-ધંધે જતાં લોકો અટવાયા છે, ટ્રાફિક ધીમું પડી ગયું છે અને રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટાઓ સાથે ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત સહિત આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગે આવતા કલાકોમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ ઓફિસ-જાતા કર્મચારીઓ અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
