સુરતમાં પાલ, અડાજણ અને ડિંડોલી પોલીસ મથકમાં ખંડણી, મારામારી
ખંડણી, મારામારી તથા હત્યા પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપી ઝડપાયો
આરોપીને ભાવનગરથી એલસીબી ઝોન 7ની ટીમે ઝડપી પાડ્યો
સુરતમાં પાલ, અડાજણ અને ડિંડોલી પોલીસ મથકમાં ખંડણી, મારામારી તથા હત્યા પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભાવનગરથી એલસીબી ઝોન 7ની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સુચનાને લઈ નાય પોલીસ કમિશનર શૈફાલી બારવાલની એલસીબીની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તપાસમાં હતી ત્યારે એએસઆઈ રોહિતસિંહ, અહેકો વિજયદાન અને અપોકો વિજયભાઈની ટીમ ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીની તપાસ કરી રહ્યા હતા તે સમયે અપોકો જયેભાઈને મળેલી બાતમીના આધારે પાલ પોલીસ મથકમાં, અડાજણ પોલીસ મથકમાં અને ડિંડોલી પોલીસ મથકમાં ખંડણી, મારામારી તથા હત્યા પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા ચીરાગ રેવાભાઈ મેરને ભાવનગર જીલ્લાના પરવાળા ગામ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.
