સુરત શહેરમાં કોઝવે પર ઉપરથી આધેડની જાન બચાવી

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં કોઝવે પર ઉપરથી આધેડની જાન બચાવી
રાત્રે 11 વાગ્યાની આસપાસ તાપી નદીમાં કુદી પડતા રેસ્ક્યુ
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરીને આધેડની જાન બચાવી

સુરત શહેરમાં કોઝવે પર ઉપરથી એક આધેડ રાત્રે 11 વાગ્યાની આસપાસ તાપી નદીમાં કુદી પડતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરીને આધેડની જાન બચાવી હતી.

ફાયર પાસેથી મળતી માહિતી મુજબ કોઝવે પાસે ઉપર ટેકરાથી આધેડ નીચે પડી જતા આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ અને સાથે રાંદેર પોલીસ સ્થળે દોડી ગયા હતી. તો ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને કોઝવેના કાદવમાં ફસાયેલ આધેડને ભારે જહેમતે બહાર કાઢી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તો પોલીસ તપાસમાં આધેડનુ નામ સુરેશ મિસ્ત્રી હોવાનુ અને તે પત્નિ મીનાબેન તથા પુત્ર જીજ્ઞેશ સાથે પાલનપુર પાટીયામાં રહેતા હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો આધેડે કયા કારણોસર તાપીમાં છલાંગ લગાવી કે પછી પગ લપસી જતા પડી ગયા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *