સુરત : જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચરોની કરી ધરપકડ
જીઆઈડીસી પોલીસે બે રીઢાઓને ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યા
સુરતની સચીન જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા બે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યા હતાં.
સુરત સચીન જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પી.આઈ. કે.એ. ગોહિલ તથા પીએસઆઈ બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઝાકિર તથા અ.પો.કો. પંકજ અને રાહુલને મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી તથા ભેસ્તાન પોલીસ મથકમાં ત્રણ મોબાઈલ સ્નેચીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ શાહરૂખ શાહ અને મુર્તુજા શેખને ઝડપી પાડી તેઓ પાસેથી છ જેટલા મોબાઈલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
