સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરનાર ઝડપાયા
સુરત કરાઈમ બ્રાન્ચે વધુ 7 આરોપીઓને ઝડપી પાડ્યા
ડીજીટલ એરેસ્ટ કરી રૂ.૨૦ લાખનો તોડ કર્યો હતો
તમામ આરોપીઓ જામનગરથી ઝડપી લેવામાં આવ્યા
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના શિક્ષકને બેંગકોક મોકલેલા પાર્સલમાં ૧૪૦ ગ્રામ ડ્રગ્સ છે અને તમારા આધારકાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરીંગ કરવામાં આવ્યું છે કહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ચાર દિવસ ડીજીટલ એરેસ્ટ કરી રૂ.૨૦.૫૦ લાખ પડાવવાના ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે જામનગરના સાતની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે , સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના શિક્ષકને બેંગકોક મોકલેલા પાર્સલમાં ૧૪૦ ગ્રામ ડ્રગ્સ છે અને તમારા આધારકાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરીંગ કરવામાં આવ્યું છે કહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ચાર દિવસ ડીજીટલ એરેસ્ટ કરી સાયબર માફીયાઓએ રૂ.૨૦.૫૦ લાખ પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ હતી, સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં અગાઉ જામનગરના શ્રમજીવી નવાઝ હુસેન દાઉદ માણેક અને સિક્યુરિટી ગાર્ડ શાહનવાઝ મહમદ સિદ્દીક વાહાની ધરપકડ કરી હતી.સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં ગતરોજ જામનગરના જ વધુ સાતની ધરપકડ કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસે જેમની ધરપકડ કરી છે તે પૈકી નુરમામદ રાજકોટીયા, સુલતાન અલુલા અને એઝાઝ દરવેશ બજારમાંથી ૯૦ રૂપિયાના ભાવે યુએસડીટી ખરીદી તેને સાયબર ફ્રોડ કરનારાઓને ૯૬ ના ભાવે વેચી તે રકમ અગાઉ ઝડપાયેલા પાસેથી એકાઉન્ટ કમિશન ઉપર લઈ તેમાં ટ્રાન્સફર કરતા હતા.જયારે અન્ય ચાર મંજીતસિંહ સંધે, રાજદીપસિંહ ચુડાસમા, સત્યપાલસિંહ જાડેજા અને યશપાલસિંહ ચૌહાણની ભૂમિકા બેન્ક એકાઉન્ટ કમિશનથી આપવામાં અને અપાવવામાં હતી. હાલ પોલીસે સુલતાન ઇમ્તિયાઝ અલુલા ,એઝાઝ હનીફભાઈ દરવેશ , નુરમામદ સાજીદ રાજકોટીયા , મંજીતસિંહ અવતારસિંહ સંધે , રાજદીપસિંહ નટવરસિંહ ચુડાસમા , સત્યપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા અને યશપાલસિંહ ભરતસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.