સુરતના આઉટર રિંગરોડ પર એન્થમ સર્કલ પાસે હેલો પ્રોપર્ટી એક્સ્પો

Featured Video Play Icon
Spread the love

સુરતના આઉટર રિંગરોડ પર એન્થમ સર્કલ પાસે હેલો પ્રોપર્ટી એક્સ્પો
લો પ્રોપર્ટી એક્સ્પો 2026નુ 24 થી 26 એપ્રિલે આયોજન
ઉદઘાટન મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી પ્રભાત લોઢા કરશે.

સુરતના આઉટર રિંગરોડ પર એન્થમ સર્કલ પાસે હેલો પ્રોપર્ટી એક્સ્પો 2026નુ 24 થી 26 એપ્રિલે આયોજન કરાનાર છે જેનુ ઉદઘાટન મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી પ્રભાત લોઢા કરશે. તો આ ત્રણ દિવસ યોજાનાર એક્સ્પોની બે લાખથી વધુ લોકો મુલાકાત લેશે તેવી આશા વ્યક્ત કરાઈ હત.

સુરત શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાતા હેલો પ્રોપર્ટી એક્સ્પો 2026નું આયોજન 24 થી 26 એપ્રિલ દરમિયાન આઉટર રિંગરોડ પુણાગામ કેનાલ રોડ પર આવેલ એન્થ સર્કલ પાસે આયોજન કરાયુ છે. સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિયેશન એટલે કે સેબા દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ઇવેન્ટને પ્રોપર્ટીનો મહાકુંભ કહેવાઈ રહ્યો છે, જેમાં શહેરના અગ્રણી ડેવલપર્સ અને રોકાણકારો એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે. આ આયોજન અંગે શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે એક્સ્પોનું ભવ્ય ઉદ્ઘાટન 24 એપ્રિલે બપોરે 12:30 વાગ્યે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી મંગળ પ્રભાત લોઢાના હસ્તે થશે. તો આયોજકોના જણાવ્યા મુજબ આ માત્ર પ્રોપર્ટી પ્રદર્શન નથી, પરંતુ સમગ્ર રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમને જોડતું એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે. હેલો પ્રોપર્ટી એક્સ્પોમાં 40થી વધુ જાણીતા ડેવલપર ગ્રુપ્સ ભાગ લઈ રહ્યા છે, જ્યારે કુલ 179 થી વધુ પ્રીમિયમ એક્ઝિબિટર્સ અને 180થી વધુ રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ એસી ડોમમાં યોજાનારા આ એક્સ્પોમાં અંદાજે 2 લાખથી વધુ મુલાકાતીઓ પહોંચવાની અપેક્ષા છે. જે. એક્લેરા, અનંત ગ્રુપ, ગ્રીન ગ્રુપ અને દેવમ જેવા મોટા ડેવલપર્સ અહીં પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કરશે, જેમાં એફોર્ડેબલ હાઉસિંગથી લઈને પ્રીમિયમ પ્રોપર્ટી અને રોકાણના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ રહેશે. સેબાના અધ્યક્ષ શ્રેયાંશ સવાણીએ જણાવ્યું હતું,

આ એક્સ્પોનો હેતુ માત્ર પ્રોજેક્ટ્સ બતાવવાનો નથી, પરંતુ ખરીદદારોને પારદર્શક અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. પૂર્વ સુરતના વિકાસ માટે આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. જ્યારે સેબાના સેક્રેટરી દીપેશ ધનાણી અને વિપુલ રાડાડિયાએ પણ વધુમાં વધુ ડેવલપર્સ અને સ્ટેકહોલ્ડર્સને આ પહેલ સાથે જોડાવા અપીલ કરી છે. તો સેબાના મીડિયા હેડ હિરેન પટેલે જણાવ્યું કે આ એક્સ્પોનું ખાસ આકર્ષણ તેમાં હાજર રહેતી સેલિબ્રિટીઝ રહેશે. એક્સ્પોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો દર્શન જરીવાલા, હિતેન કુમાર, જાનકી બોડીવાલા અને શ્રદ્ધા ડાંગર ખાસ ઉપસ્થિત રહેશે. પ્રેસવાર્તામાં ગોપીન ડેવલપર્સના પિયુષ ડાલિયા, એન્થમ ગ્રુપના નિકુંજ ગજેરા, જે. એક્લેરાના જૈંતીભાઈ બાબરિયા, અનંત ગ્રુપના હરેશભાઈ પાચાણી, ગ્રીન ગ્રુપના મીત કોટડિયા, એસોસિયેશનના પ્રવક્તા તેમજ સહજ ગ્રુપના સંચાલક કમલેશભાઈ કોરાટ અને તાપી રિયલ્ટીના રવિભાઈ સવાણી પણ હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *