સુરત વરાછામાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને આરોગ્ય મંત્રીનું નિવેદન
5 વર્ષીય બાળકીના મોત બાદ પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી
શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવાની સૂચના આપી
સુરત વરાછામાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એક્શનમાં આવ્યા છે. પાંચ વર્ષીય બાળકીના દુઃખદ મોત બાદ અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવાની સૂચના આપી હતી.
વરાછામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. પાંચ વર્ષીય બાળકીના દુઃખદ અવસાન અંગે આરોગ્ય મંત્રીએ અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. આ સાથે જ શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવાની સૂચના આપવામાં આવી છે. સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અને એસએમસી અધિકારીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા પણ આદેશ અપાયો છે.
રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તે માટે પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્યની તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા, હાઈજિન અને દર્દીઓની સલામતીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે પણ સ્પષ્ટ આદેશ અપાયો છે.
