વિસાવદરને સીએમ ભૂપેન્દ્ર પટેલની ભેટ
અમારી સરકારે નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તેનું ધ્યાન રાખ્યું
57.13 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને 36.95 કરોડનાનું ઈ-લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિસાવદરની મુલાકાતે છે ત્યારે માર્કેટિંગ યાર્ડથી મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં કુલ 94 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં 36.95 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ સામેલ છે. અને વંથલી તાલુકાનું બીજ નિગમ ગોડાઉન, જૂનાગઢ શહેરનું બીઆરસી ભવન અને કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલનો પણ સમાવેશ છે.
આજે વિસાવદરને મુખ્યમંત્રીએ ભેટ કુલ 94 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. વંથલી તાલુકાના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ, જૂનાગઢ શહેર, તાલુકાના બીઆરસી ભવન, કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલના મળીને 36.95 કરોડના વિકાસકામોનું ઈ લોકાર્પણ અને જૂનાગઢ શહેર, તાલુકાના નવા આઈટીઆઈ બિલ્ડીંગના બાંધકામ, સબ રજીસ્ટ્રાર કચેરી, સીટી સર્વે કચેરી, માળીયા હાટીના મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત સંચાલિત સ્પોર્ટ્સ ક્લબ ક્લબમાં બેડમિન્ટન કોર્ટ, વિસાવદર, કેશોદ, માણાવદર, વંથલી અને ભેસાણ તાલુકાના જુદા જુદા રોડના કુલ મળીને 57.13 કરોડના વિકાસ કામનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કંઈ તકલીફ હોય તો જણાવજો આપણે દૂર કરીશું. હજી ગઈકાલે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લામાં મેમોરિયલનું ખાતમુહૂર્ત થયું છે અને હજી પણ ઉપરકોટ કિલ્લામાં વિકાસ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તેનું ધ્યાન રાખ્યું છે. ધારાસભ્યની ગ્રાન્ટમાં એક કરોડનો વધારો કરાયો એમાંથી 50 ટકા પાણી માટે વાપરવામાં આવશે. આપણે તો પાણી વાપરીશું પરંતુ ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદી પાણીના સંગ્રહનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, હોસ્પિટલ માટે જમીન ફાળવી દીધી છે, તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ. તમે ઉતાવળ કરશો એટલી જલ્દી હોસ્પિટલ બનશે. ભવિષ્યનો વિચાર કરીને વિકસિત ભારત સંકલ્પ માટે વિસાવદરના કામો વેગ આપશે, સશક્ત તંદુરસ્ત સમાજનું નિર્માણ જરૂર પ્રધાનમંત્રીના 9 સંકલ્પમાં સહભાગી થઈએ…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી