સુરતના ભટાર વિસ્તારમાં રૂપાલી નહેર પાસે આગ

Featured Video Play Icon
Spread the love

સુરતના ભટાર વિસ્તારમાં રૂપાલી નહેર પાસે આગ
ડિસ્પોઝલ સામાનની દુકાનમાં અચાનક આગ
પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો

સુરતમાં વારંવાર આની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ભટાર વિસ્તારમાં રૂપાલી નહેર પાસે આવેલી એક ડિસ્પોઝલ સામાનની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના ભટારના રૂપાલી નહેર નજીક આવેલી ડિસ્પોઝલ સામાનની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ દરમિયાન જોરદાર ધડાકો સંભળાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મજુરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *