સુરતને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મચારીઓનુ કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ
આક્ષેપ સાથે ગાર્બેજ કલેકશનના કર્મચારીઓ દ્રારા વિરોધ
ડ્રાઇવરનો 8500 અને સફાઈ કર્મચારીનો 7000 પગાર
સુરતને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મચારીઓનુ કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરાતુ હોવાના આક્ષેપ સાથે ગાર્બેજ કલેકશનના કર્મચારીઓ દ્વારા વરાછા ખાતે વિરોધ કરાયો હતો.
સુરતને સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર અપાવનારા સફાઈ કર્મચારીઓનું જ કોન્ટ્રાક્ટર શોષણ કરે છે. સુરત મહાનગર પાલિકાના ગાર્બેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે જીગરટ્રાન્સપોર્ટ કમ્પનીના કર્મચારીઓએ કહ્યુ હતુ કે કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગારમાં શોષણ કરવામાં આવે છે. ડ્રાઇવરનો 8500 અને સફાઈ કર્મચારીનો 7000 પગાર આપવામાં આવે છે. આટલા ઓછા પગારમાં 12 થી 14 કલાક કામ કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવાની ચીમકી અપાય છે. જો સફાઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીએથી કાઢી મૂકવામાં આવે છે અથવા તો હાજરી પૂરવામાં આવતી નથી. ત્યારે પગાર વધારવામાં આવે અને શોષણમાંથી મુક્ત કરવામાં આવે તેવી સફાઈ કર્મચારીઓએ માંગણી કરી હતી.
