સુરતમાં એવરેસ્ટ કંપની તથા મેગી મસાલા ભેળસેળ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એવરેસ્ટ કંપની તથા મેગી મસાલા ભેળસેળ
ભેળસેળ યુક્ત બનાવનાર ચાર આરોપીઓને ઝડપ્યા
વિનોદદાસ રાજેન્દ્રદાસ દાસ, વિનોદદાસ પુનાદાસને ઝડપ્યા
કૈલ્લુ જેઠા મુર્મ અને સુરેન્દ્રકુમાર કાલદાસને ઝડપ્યા

સુરતમાં એવરેસ્ટ કંપની તથા મેગી મસાલા ભેળસેળ યુક્ત બનાવનાર ચાર આરોપીઓને નાયબ પોલીસ કમિશનર ઝોન ટુની ટીમે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં વારંવાર નકલી ખાદ્યપ્રદાર્થો પકડાઈ રહ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને ઈન્ચાર્જ પોલીસ કમિશનર ઝોન ટુના માર્ગદર્શન હેઠલ ઉધના પી.આઈ એસ.એન.દેસાઈના માર્ગદર્શન હેઠલ ઝોન ટુ અને ઉધના પોલીસની ટીમે સાથે મળી બાતમીના આધારે ઉધના સેવા હોસ્પિટલની ગલીમાં ચામુંડા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 21ના પહેલા માળે દરોડા પાડ્યા હતા જ્યાંથી એવરેસ્ટ કંપનીના ચીકન મસાલા તથા મેગી મસાલા ભેળસેળ યુક્ત મસાલા બનાવ ચાર આરોપીઓ વિનોદદાસ રાજેન્દ્રદાસ દાસ, વિનોદદાસ પુનાદાસ, કૈલ્લુ જેઠા મુર્મ અને સુરેન્દ્રકુમાર કાલદાસને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી મસાલા પેકીંગ કરવાના મશીન, ઈલેક્ટ્રીક વજન કાંટા, કંપ્રેશર મશીન, પેકેજીંગ મશીન, એવરેસ્ટ કંપનીના મસાલાના કાર્ટુન, મેગી કંપનીના મસાલાના કાર્ટુન, ખાલી કાર્ટુન, મસાલા, મીઠુ, સહિતની 24 લાખ 71 હજારની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *