સુરતના પાલ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ
સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં ભક્તિમય માહોલ
પાર્થિવ શિવલિંગ પૂજનનું કળિયુગમાં વિશેષ ધાર્મિક મહાત્મ્ય
સુરતના પાલ ખાતે આવેલ સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
સુરતના પાલ વિસ્તારમાં આવેલા સહસ્ર કોટિલિંગમ આશ્રમ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારને લઈને વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. ધામમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા છે. આજે સાંજે 5 વાગ્યે વિશેષ ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવભક્તોને જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. સહસ્ર કોટિલિંગમ ધામ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે સવા લાખ પાર્થિવ શિવલિંગ પૂજનનું વિશેષ અનુષ્ઠાન યોજાઈ રહ્યું છે. સાથે જ સવા લાખ રુદ્રાક્ષ શિવલિંગના ભક્તોને દર્શન અને અભિષેકનો લાભ મળી રહ્યો છે. શિવ કથાકાર રમેશગીરી બાપુએ શિવભક્તોને શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી છે. તેમના જણાવ્યા મુજબ પાર્થિવ શિવલિંગ પૂજનનું કળિયુગમાં વિશેષ ધાર્મિક મહાત્મ્ય છે. શ્રાવણના પ્રથમ સોમવારે પાલના સહસ્ર કોટિલિંગમ ધામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
