સુરત મહાનગર પાલીકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનના નામો

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલીકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનના નામો
સતત ત્રણ કલાક મેરેથોન ચર્ચા પછી નામો જાહેર
3 કલાકથી નામો જાહેર ન થતાં ઉત્તેજનાભર્યો માહોલ

ચૂંટણી પરિણામના લગભગ એક મહિના બાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે સુરત મહાનગર પાલીકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનના નામો જાહેર કરવામા આવ્યા છે. નવાઈની વાત એ છે કે સતત ત્રણ કલાક મેરેથોન ચર્ચા પછી આ નામો જાહેર કરવામા આવ્યા છે.

આજે સુરત મહાનગરપાલિકાના મેયર, ઉપમેયર તથા સ્ટેન્ડીગં ચેરમેનના નામ જાહેર કરાયા છે. જેમા નવા હોદ્દેદારો તરીકે સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરી, અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલ, શાસકપક્ષના નેતા અલ્પા મહેતા તથા દંડક પદે ઊર્મિલા ત્રિપાઠીના નામ જાહેર થયા છે. પરંતુ સુરતના નામો જાહેર કરવામાં પરસેવો છૂટી ગયો હતો. જો કે સી.આર, પાટીલ અને હર્ષ સંઘવીના સુરતમાં બપોરના 1.30 વાગ્યે મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી થઈ શક્યા હતા. હરિફ જૂથો વચ્ચે ભારે લોલિંબ ચાલી રહ્યું હતું. 3 કલાકથી નામો જાહેર ન થતાં ઉત્તેજનાભર્યો માહોલ હતો. જેને પગલે ગાંધીનગર સુધી ફોન લગાવવામાં આવ્યા હતા.ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે, રાજ્યની અન્ય મનપાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય પણ સુરત મનપાના મેયર-ડેપ્ચુટી મેયર માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય.

આમ સુરત મનપાની ચુંટણી પછી છેલ્લા કેટલાક દિવસોથી મેયર, ઉપમેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહીતના પદાધિકારીઓ કોણ હશે તેની ચર્ચા ચારો તરફ થતી હતી તેની પર આજે પુર્ણવિરામ મુકાયુ છે. સુરત મનપામા નામો જાહેર થતા મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *