સુરતના ડુમસ ખાતે આવેલ વ્યસન મુક્તિ કેન્દ્રમાં મૌત
રિવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવાનના શંકાસ્પદ મોત
બે કાઉન્સિલરો, ડ્રાઈવર અને વોર્ડ બોયની ધરપડ કરી
સુરતના ડુમસ ખાતે આવેલ રિવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવાનના શંકાસ્પદ મોત મામલે પોલીસે સંસ્થાના બે કાઉન્સિલરો, ડ્રાઈવર અને વોર્ડ બોયની ધરપડ કરી છે.
સુરતના ડુમસમાં આવેલા રિવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકના શંકાસ્પદ મોત મામલે ડુમસ પોલીસે સંસ્થાના બે કાઉન્સિલરો, ડ્રાઈવર અને વોર્ડ બોયની ધરપકડ કરી છે. વ્યસન મુક્તિ કેન્દ્રમાં દવા ન ગળવા બાબતે આરોપીઓએ ભેગા મળી બનાસકાંઠાના થરાદના પોલીસ ઈન્સ્પેક્ટરના ભાઈ મૃતક ધવલ રાઠોડને માર માર્યો હતો. જેના કારણે ધવલ રાઠોડનુ મોત નિપજ્યુ હતું. પરિવારે ફોરેન્સિક પીએમની માંગ કરતા ફોરેન્સિક પીએમમાં ઈઝાના નિશાન સામે આવતા પોલીસે તપાસ હાથ ધરતા આખો મામલો સામે આવ્યો હતો. હાલ તો પોલીસે રિવા વ્યસન મુક્તિ કેન્દ્રના ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
