બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ,

Featured Video Play Icon
Spread the love

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ,
6 માર્ચે યોજાશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી

સુરતના બાર ઉમેદવારોની વચ્ચે એડવોકેટ બળવંત સુરતીનો ચૂંટણી પ્રચાર પૂર જોશમાં છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ચૂંટાશે તો બળવંત સુરતી સિનિયર- જુનિયર વકીલો માટે કરશે કામ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ઢોલ નગારા અને ચૂંટણીનું કાઉન્ટ શરૂ થઈ ગયું છે ત્યારે સુરત શહેરમાંથી ચૂંટણી લડી રહેલા બહાર ઉમેદવારોએ પણ વકીલો સાથે સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરીને પોતાનો લોક સંપર્ક ગતિશીલ બનાવ્યો છે. જોકે 6 માર્ચના રોજ યોજનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સુરતના ઉમેદવાર બળવંત સુરતી એ પણ સ્નેહમિલન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા સંખ્યાબંધ સિનિયર- જુનિયર વકીલો ના હિતલક્ષી કામ કરવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં એક લાખથી વધુ મતદારો છે અને 90 થી વધુ ઉમેદવારોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *