માંડવી સોની ફળિયા સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા
વિઘ્નહર્તા ગણેશ દાદા નું ભવ્ય આગમન કરાયું
માંડવી સોની ફળિયા સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તા ગણેશ દાદા નું ભવ્ય આગમન કરાયું.
માંડવી નગરમાં આવેલ સોની ફળિયા ખાતે સોની ફળિયા સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તા ગણેશ દાદા નું ભવ્ય રીતે આગમન કરવામાં આવ્યું હતું તારીખ 8 9 2026 ના રોજ રાત્રે 8:00 કલાકે ખૂબ જ ધૂમધામ પૂર્વક ગણપતિજીનું આગમન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ભક્તો એ ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં આરતી ઉતારી આગમન કર્યું હતું જેમાં નરસિંહમાં અવતાર ગણપતિ દાદા ને સલ્યુટ ગરબા ગ્રુપ લેઝીમ થીમ જેવી વિવિધ કૃતિઓ નું રજૂ કરવામાં આવી હતી અને ગણેશ ભક્તો આનંદ ઉલ્લાસ ભેર ઝૂમી ઉઠ્યા હતા આ વર્ષે ગણેશ મહોત્સવમાં ગણેશ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને ભવ્ય થી અતિ ભવ્ય ઉજવણી ગણપતિ દાદા ના આવકાર માટે સોની ફળિયા સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા કરવામાં આવી હતી…
