રાજપીપલા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન શિબિર
સેવાભાવના ઉત્તમ ઉદાહરણરૂપ સમાજને સંદેશ
રાજપીપલા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રાજપીપલા હરસિધ્ધિ માતાના કમ્પાઉન્ડના હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબે દેશમુખ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપળાના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર, સેક્રેટરી જયેશ દોશીએ દીપ પ્રગટાવી રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ સ્વૈછીક રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનાર દાતાઓને રેડ ક્રોસ સંસ્થાની ટીમ દ્વારા પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ આપી પુષ્પગુચ્છથી સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રક્તદાન એ મહાદાન છે એ ઉક્તી સાર્થક કરતા વધુ ને વધુ લોકો રક્તદાન કરી લોકોની જિંદગી બચાવવામાં યોગદાન આપનારાં રક્તદાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં આ કાર્યક્રમ દ્વારા માનવતા અને સેવાભાવના ઉત્તમ ઉદાહરણરૂપ સંદેશ સમાજને આપવામાં આવ્યો હતો…
