સોનગઢમાં રામપુરા કોઠારમાં મોટું કન્સ્ટ્રક્શન
જંગલ ખાતા બોડરને અડીને કન્ટ્રક્શનનું કામ
માટી ખોદીને એડવેન્ચર પાર્કમાં લઈ જવામાં આવી
સોનગઢમાં આવેલ ચાપાવડી ગ્રામ પંચાયતમાં આવેલ ગામ રામપુરા કોઠારમાં મોટું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે ત્યારે શિવાનજી ભાઈની 60 વર્ષથી ખેતીલાયક જમીનમાં ખેતી કરતા આવેલ છે અને જેના બાજુથી માટીનું ખોદાણ થયેલ છે, જેમાં જંગલ ખાતા બોડરને અડીને કન્ટ્રક્શનનું કામ થઈ રહ્યું છે ત્યારે એક ગામના એક જાગૃત નાગરિક તરીકે પત્રકારો જાણ કરવામાં આવી જેના માટે પત્રકારો રામપુરા કોઠારમાં ગયા અને ત્યાં થયેલ માટી ખોદાણના દ્રશ્ય સામે આવ્યા .
સોનગઢમાં આવેલ ચાપાવડી ગ્રામ પંચાયતમાં રોડને અડીને ચારથી પાંચ ફૂટ ઊંડાણમાં માટીનું ખોદકામ થયેલ હતું અને જ્યાં કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ત્યાંના હાજર મેનેજર જોડે વાત કરતા જેવો એ જણાવ્યું કે એ જમીન એ લોકોની માલિકીની જમીન છે અને ત્યાં કંઈક મોટું એડવેન્ચર પાર્ક જેવું બનાવવામાં આવી રહ્યું છે. સાથે જ આજુબાજુની જમીનોના માલિકો જોડે વાત કરતા જાણવા મળેલ કે તેઓને પૂછ્યા વગર કે તેમની સંમતિ વગર એમની ખેતરના બાજુથી મંટોડી ખોદી નાખેલ છે હાલમાં તેઓ પાસે આવવા જવા માટે પણ રસ્તો નથી જે જગ્યાએ માટીનું ખોદાણ થયું છે તે જ ચાર ફૂટ ઊંડાણમાં ઉતરીને આવવું પડે છે સાથે જ ત્યાં ડીજીવીસીએલના પોલ આવેલા હોય તે ધરાશય પણ થઈ શકે તેવી પરિસ્થિતિ દેખાય રહી છે કારણ કે dgvcl ના પોલના અડીને જ સંપૂર્ણ માટી ખોદાણ કરી નાખવામાં આવી છે જ્યારે ડીજીવીસીએલના પોલ પણ પડી શકે છે અને એમ જોઈએ તો માર્ગ મકાનના સાડા ત્રણ મીટર પહોળો વાળો રોડ આવેલો હોય તેની બાજુમાં અમુક જગ્યાનું માર્જિન છોડવામાં આવે છે. પરંતુ અહીં તો રોડને અડીને જ 4 ફૂટ જેટલો અંદાજિત ઊંડુ ખોદાણ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંના સ્થાનિક લોકોથી ચર્ચા કરતા જાણવા મળેલ કે બાજુમાં બનતું એડવેન્ચર પાર્ક સંપૂર્ણ માટી ખોદી ત્યાં લઈ જવામાં આવી છે અને ત્યાં પુરાણ કરવામાં આવ્યું છે જ્યારે જોવાની બાબત છે કે રોડને અડીને માર્જિન છોડ્યા વગર જો માટીનું ખોદકામ થયું હતું તો સરપંચે કેમ કોઈ એકસન નહી લીધો. કેમ તલાટીએ કોઈ એક્શન ના લીધો અને કેમ તંત્રએ નઝરે નહીં લીધું અને માર્ગ મકાન એ રોડનું ખોદાણ થયું છે ત્યારે માર્ગ મકાને કેમ ધ્યાને ના લીધું ? અને સાથે જ એ પણ જાણવા મળેલ કે જે માટી ખોદકામ થયેલ છે જે કન્ટ્રક્શન ચાલી રહેલ છે એ જમીન ભારતીય જનતા પાર્ટીના રાજકીય સોનગઢ ના આગેવાન ની જગ્યામાં બનાવવામાં આવી રહ્યું છે એમ જણાવ્યું હતું અને તેઓના દીકરા જેનું નામ છે શુભમ જેવો ત્યાં હાજર કામ કરતા મેનેજરના ફોન પર ફોન કરીને ટેલિફોનીક વાત કરાવતા પત્રકારને ફોન આપો એમ જણાવતા એમને વાત કરાવેલ ત્યારે પત્રકારને ફોન પર કહે છે કોની પરમિશનથી અને કોને પૂછીને તમે મારી જમીનમાં ગયા છો ત્યારે વિચારવા જેવી બાબત છે કે શું મીડિયાએ ગામના હિતમાં કે મીડિયાના કામ માટે કોઈકની મજૂરી લેવી પડે અને તંત્રને ધ્યાન દોરવા માટે કોઈકની પરમિશનની જરૂર છે ? જ્યાં ખોટું થઈ રહ્યું છે શું તેને ધ્યાન દોરવા માટે કોઈકની પરમિશન લેવી પડે કે પછી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાજકીય આગેવાન હોય જેથી ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ હોય જે એમના દીકરાના અંદર પાવર દેખાઈ રહ્યો છે. શું ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોવાથી સંપૂર્ણ તંત્રનો ડર જ નથી અને તંત્રને દબાવી દેવામાં આવ્યું છે. અને સાથે જ લોકતંત્રના ચોથા સ્થંભ એટલે કે પત્રકારના સાથે અવગણના કરી શકે છે ? અને કરે છે ત્યારે શું એમના ઉપર કાયદાકીય પગલાં નહીં લેવા જોઈએ ? શું તંત્રએ યોગ્ય કાર્યવાહી નહીં કરવી જોઈએ અને સ્થાનિક લોકો જેની જમીનમાં ખોદાણ થયું છે.
ગોવિંદ ભાઈ કાટુડિયા ભાઈ ગામીત સાથે પૂછપરછ કરતા એમને પણ જણાવેલ છે કે એમને એમની જમીનમાં અંદાજિત ૭ થી ૮ ફૂટ ખાડો કરી દેવામાં આવ્યો છે ત્યારે આવાસથી બનેલું 1,20,000 હજાર નું મકાન જે આવાસ યોજના થકી એમને મળેલ છે એમની જમીનમાં બનેલ છે અને એના બાજુથી જ આટલું મોટું જો ખોદાણ થઈ ગયું છે, તો વરસાદી ધોવાણમાં એ મકાન પડી શકે એમ છે એવું જણાવ્યું હતું ત્યારે શું તંત્ર કાર્યવાહી કરશે કે પછી પાર્ટીના દબાણમાં બેસી રહેશે ? સાથે જ યોગ્ય મંજૂરી લીધેલ છે કે નહીં શું જંગલ ખાતાની એન ઓ સી લીધેલ છે અને આજુબાજુના ખેડૂતની સંમતિ લીધેલ છે ? શું ગામના સરપંચ પાસે એટલે કે ગ્રામ સભા નો ઠરાવ લીધેલ છે ? અને શું યોગ્ય પેપર બનાવેલ છે શું કલેકટરે એમને પરમિશન આપી છે કે કેમ ? એ સંપૂર્ણ તપાસ કલેક્ટર સાહેબ કરે તો ઘણું બધું સામે આવી શકે એમ છે ત્યારે જોશું આગળ કે તંત્ર શું કાર્યવાહી કરે છે ? આગળની કાર્યવાહી સાથે આગળના એપિસોડમાં મળીશું.
