માંડવી રિવરફ્રન્ટ ખાતે બાર જ્યોતિર્લિંગ શિવ મહાપુરાણ કથાનું આયોજન
તારીખ 25 નવેમ્બરથી લઈ 1 ડિસેમ્બર સુધી કથાનું આયોજન
માંડવી તાપી મૈયાના પાવન પટાંગણમાં રિવરફ્રન્ટ ખાતે શ્રી બાર જ્યોતિર્લિંગ શિવમહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
માંડવીમાં શ્રી બાર જ્યોતિર્લિંગ શિવમહાપુરાણ કથા નિમિતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તાપી મેઇન રોડથી લઈ માંડવી રિવરફ્રન્ટ સુધી કળશ યાત્રા ભક્તિભાવ માહોલમાં આનંદ ઉત્સાહ ભેર કાઢવામાં આવી હતી, મુખ્ય અજમા જીગ્નેશ સોની તેમજ તેમનો પરિવાર અને મિત્ર મંડળ સહયોગ થકી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, આ બાર જ્યોતિર્લિંગ શિવ મહાપુરાણ કથા તારીખ 25 નવેમ્બરથી લઈ 1 ડિસેમ્બર સુધી માંડવી રિવરફ્રન્ટ ચાલશે સમય બપોરે 3 થી 6 ચાલશે. જેમાં વ્યાસ પરથી વ્યાસપીઠ પરથી કથાકાર પંડિત શ્રી લલિતજી નાગર સેંધવા MP ની મધુરવાણી દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે તારીખ 27 નવેમ્બરના રોજ શિવ પુરાણોનો પ્રસંગમાં શિવ અને પાર્વતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને તેમણે ખૂબ જ સુંદર દ્રષ્ટાંત રજૂ સનાતન ધર્મ અને રાષ્ટ્રભાવન ઉજાગર કરી હતી, આ શિવ મહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમીભાઈઓ બહેનો કથામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કરી રહ્યા છે…
