સુરત : ભાઠેમાં યુવાન પર ચપ્પુ વડે હુમલો
અન્યના ઝઘડામાં યુવાન પર કરાયો હુમલો
સુરતના ભાઠેના ખાતે રહેતા યુવાનને અન્યના ઝઘડામાં મોટાભા બનવાનુ ભારે પડ્યુ હોય તેમ માથાભારે ઈસમે યુવાન પર ચપ્પુ વડે હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરતના ભાઠેના ખાતે રહેતી તાહેરાબેન અન્સારીએ જણાવ્યુ હતું કે તેઓના પુત્ર રિઝવાન અહેમદ અન્સારી પર ઉવેશ માનસિક ઉર્ફે ઉવેશ કાલીયાએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તો ઘટના અંગે પુછતા તેમણે જણાવ્યુ હતું કે ઘર પાસે રહેતી એક યુવતિનો પગ માથાભારે ઉવેશ માન્સિકને લાગી જતા તેણે યુવતિને ગાળો આપી હતી જેથી યુવતિ તેની માતાને લઈ સમજાવવા જતા ઉવેશે તેમને પણ ગાળો આપતા ઘર પાસે જ રહેતો રિઝવાન અહેમદ અન્સારી સમજાવવા ગયો હતો. તે સમયે તેણે ઉવેશ માન્સિકને બે તમાચા મારી દેતા તેની અદાવત રાખી રિઝવાન અહેમદ અન્સારી ઘરેથી જમીને બહાર નિકળ્યો ત્યારે આરોપી ઉવેશ માન્સિકએ વાતચીત કર્યા બાદ પોતાના શર્ટની અસ્તીનમાં મુકેલ ચપ્પુ કાઢી તેના પર હુમલો કરી દીધો હતો જેને લઈ તાત્કાલિક રિઝવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો તો યુવતિને પણ આરોપી ઉવેશ માન્સિક ઉર્ફે ઉવેશ કાલીયાએ ગાળો આપતા તેણીએ પણ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને પણ હોસ્પિટલે ખસેડાઈ હતી હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી માથાભારે ઉવેશ માન્સિક ઉર્ફે ઉવેશ કાલીયાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
