અમરેલી : બાલાપુર ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું
જિલ્લા પોલીસ તંત્ર બાલાપુર ગામે મુલાકાત કરી સીસીટીવી કેમેરા નિહાળ્યા
અમરેલી: બગસરાના બાલાપુર ગામ સી.સી.ટીવી કેમેરાથી સજ્જ બન્યું..
અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના બાલાપુર ગામને CCTV કેમેરાથી સજ્જ કરીને સુરક્ષિત બનાવાયું છે. અમરેલી પોલીસ તંત્ર દ્વારા ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યોને બિરદાવવામાં આવ્યું. ASP જયવીર ગઢવી દ્વારા સરપંચનું અભિવાદન કરાયું..બાલાપુર ગામના સરપંચનું અભિવાદન અમરેલી પોલીસ તંત્રના ધારી ડિવિઝનના ASP જયવીર ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા બગસરા તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારો પણ સી.સી.ટીવી કેમેરાથી સજ્જ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહી છે. ધારી ડિવિઝનના ASP જયવીર ગઢવી દ્વારા અમરેલી જિલ્લાના તમામ ગામડાઓમાં આવી સીસીટીવી સુવિધાઓ વધારે તો ક્રાઇમ ઘટના અને ગુન્હાઓ બનતા પણ અટક છે .દરેક ગામડાંમાં આવી સીસીટીવી કેમેરાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવો અનુરોધ કરવામાં આવ્યું. અમરેલી જિલ્લા પોલીસ તંત્ર બાલાપુર ગામે મુલાકાત કરી સી.સી.ટીવી કેમેરા નિહાળ્યા…..
