સુરતમાં બીએમડબલ્યુ કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત,

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બીએમડબલ્યુ કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત,
રિક્ષા ચાલકને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો
સીસીટીવી આધારે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા

સુરતના ખટોદરા વિસ્તારમાં 100થી વધુની સ્પીડે બીએમડબ્લ્યુ કાર હંકારી રિક્ષા સાથે અકસ્માત કરી કાર ચાલક ભાગી છુટ્યો હતો જ્યારે રિક્ષા ચાલકને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતના પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર 100 થી 120 ની સ્પિડે બીએમડબ્લ્યુ કાર દોડાવી ચાલકે રિક્ષા સાથે કાર ભટકાવી દીધી હતી જેને લઈ રિક્ષા ચાલક નીતિન પાટીલને માથા અને પીઠમાં ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. તો અકસ્માત બાદ બીએમડબ્લ્યુ ચાલક ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને હાલ સીસીટીવી સહિતની મદદથી કાર ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *