સુરતમાં મહિલા સુરક્ષાના મુદ્દે આપનો ગૃહમંત્રી કાર્યાલયનો ઘેરાવ
પ્લેકાર્ડ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયે પહોંચ્યા
આપના નેતાઓ અને મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી
સુરતમાં મહિલા સુરક્ષાના મુદ્દે આમ આદમી પાર્ટી આક્રમક બની હોય તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયે સવાલો લઈને પહોંચેલા આપના નેતાઓ અને મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈને આમ આદમી પાર્ટીએ સુરતમાં વિરોધ નોંધાવ્યો હતો. આપના પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરિયા સહિતના નેતાઓ અને મહિલા કાર્યકરો પ્લેકાર્ડ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયે પહોંચ્યા હતાં. મહિલા સુરક્ષા અંગે સવાલો પૂછવા પહોંચેલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વિરોધ દરમિયાન પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. પરિસ્થિતિને જોતા પોલીસે પાયલ સાકરિયા સહિતના નેતાઓ અને મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી. તમામને બાદમાં હજીરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતાં.
