સુરત શહેરના ખટોદરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના
કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી
સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખટોદરા વિસ્તારમાં આવેલી કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા.

મળતી માહિતી મુજબ, કેનાલમાં એક પુરુષની લાશ તરતી હાલતમાં નજરે પડતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મૃતકની ઓળખ મેળવવા તેમજ મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *