સુરતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ
“લડે ગેં, જીતે ગેં” મિશન અંતર્ગત ચૂંટણી અભિયાનની જાહેરાત
કોંગ્રેસે 2027ની ચૂંટણી માટે ફરી જનતા વચ્ચે જવાનો સંકલ્પ
સુરત શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં લડે ગેં જીતે ગેં મિશન અંતર્ગત કોંગ્રેસે વર્ષ 2027ની ચૂંટણી માટે ફરી જનતા વચ્ચે જવાની જાહેરાત કરી છે.
સુરત શહેરમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે દાવો કર્યો કે લોકો સુધી સત્ય પહોંચાડવા અને જનતાના પ્રશ્નોને ઉઠાવવા માટે પક્ષ હવે મેદાનમાં સક્રિય રીતે ઉતરશે. પત્રકાર પરિષદ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ, મોંઘવારી, બેરોજગારી અને જનહિતના પ્રશ્નોને લઈને સરકારને ઘેરવાની પણ વાત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્ષ 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. આ સાથે આગામી સમયમાં રાજ્યભરમાં સંગઠન વધુ મજબૂત બનાવી જનસંપર્ક અભિયાન તેજ કરવાની માહિતી પણ આપવામાં આવી હતી.
