પ્રેમ લગ્ન કરનાર પાટીદાર સિંગરનો સુરતમાં કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

પ્રેમ લગ્ન કરનાર પાટીદાર સિંગરનો સુરતમાં કાર્યક્રમ
સુરતમાં યોજાયેલા કાર્યક્રમનો સમાજ દ્વારા વિરોધ
આરતી સાંગાણીના કાર્યક્રમમાં હાજરી આપી નહિ

પ્રેમ લગ્ન કરનાર પાટીદાર સિંગરના સુરતમાં યોજાયેલા કાર્યક્રમનો સમાજ દ્વારા વિરોધ કરાતા કાર્યક્રમ પડતુ મુકાયો હતો.

સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીનો પ્રેમ લગ્નને લઈ વિરોધ કરાયો હતો. સુરતમાં સુરાણી પરિવારના લગ્નમાં આરતી ગીત ગાવા પહોંચે તે પહેલા જ સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો. સુરતના મોટીવેડ ખાતે આવેલ સિલ્વર ફાર્મમાં આરતી સાંગાણીના કાર્યક્રમનો વિરોધ કરાયો હતો. સુરતમાં પાટીદાર યુવાનોએ કાર્યક્રમ સ્થળ બહાર પહોંચી વિરોધ કર્યો હતો. હાલ સુરાણી પાટીદાર પરિવાર આરતી સાંગાણીના વિવાદ બાદ સમાજ સાથે રહ્યો હતો અને સમાજના હિત તથા સમયને ધ્યાન રાખી આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કર્યો હતો. સમાજ દ્વારા વિરોધ થતા તાત્કાલિક આરતીને રદ કરી ગીતા પટેલને નક્કી કર્યા હતાં. તો વિરોધ કરવા મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતાં. જેને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *