ગાંધીનગર મનપાએ કર્યો મહત્વનો નિર્ણય.

Featured Video Play Icon
Spread the love

ગાંધીનગર મનપાએ કર્યો મહત્વનો નિર્ણય.
મનપાએ આપી કરદાતાઓને મોટી રાહત.
મિલકતધારકો બાકી ટેક્સ એકસાથે ભરી શકશે.

પાટનગરના મિલકતધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરના કરદાતાઓ પરથી વ્યાજનો બોજ ઓછો કરવા માટે એક મોટી રિબેટ યોજનાની જાહેરાત કરી છે. આગામી 1 માર્ચથી 31 માર્ચ 2026 દરમિયાન જે નાગરિકો પોતાનો જૂનો બાકી મિલકત વેરો એકસાથે ભરશે તેમને વ્યાજમાં મોટી છૂટછાટ આપવામાં આવશે.

મહાનગરપાલિકાના નિર્ણય અનુસાર જે મિલકતધારકોના રહેણાંકના વેરા બાકી છે તેમને બાકી રકમ પરના વ્યાજમાં 100% માફી આપવામાં આવશે. એટલે કે તેમણે માત્ર મૂળ રકમ જ ભરવાની રહેશે. જ્યારે કોમર્શિયલ મિલકતધારકોને વ્યાજની રકમમાં 50% માફીનો લાભ મળશે. આ યોજનાનો લાભ નાણાકીય વર્ષ 2025-26 ના ચાલુ વેરામાં લાગુ પડશે નહીં. પરંતુ અગાઉના વર્ષોના બાકી લેણાં પર મળશે. આ અંગે મેયર મીરાબેન પટેલએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી બાકી રહેલા ટેક્સને કારણે નાગરિકો પર વ્યાજની રકમ સતત વધતી જાય છે. નાગરિકોને આ આર્થિક બોજમાંથી મુક્તિ આપવા અને શહેરના વિકાસ માટે ભંડોળ એકત્ર કરવા અમે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તમામ કરદાતાઓને અપીલ છે કે આ મર્યાદિત સમયની યોજનાનો મહત્તમ લાભ લે અને શહેરના વિકાસમાં સહભાગી બને.

જ્યારે મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ રાહત યોજના માત્ર માર્ચ મહિના પૂરતી જ અમલી રહેશે. જે કરદાતાઓ આ સમયગાળા દરમિયાન પોતાના બાકી ટેક્સની પતાવટ કરશે તેમને જ આ વ્યાજ માફીનો લાભ મળશે. 31 માર્ચ બાદ ફરીથી નિયમ મુજબ વ્યાજ વસૂલવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી વેરો ન ભરી શકનારા મધ્યમ વર્ગના પરિવારો અને નાના વેપારીઓને મોટી આર્થિક રાહત મળવાની આશા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *