AMC દ્વારા બુદ્ધિનું દેવાળું ફુક્યું હોય તેવી દરખાસ્ત

Featured Video Play Icon
Spread the love

AMC દ્વારા બુદ્ધિનું દેવાળું ફુક્યું હોય તેવી દરખાસ્ત
167 કરોડનાં ખર્ચે પશ્ચિમ ઝોનમાં 3 વાઇટ ટોપીંગ રોડ બનાવવા ટેન્ડર
એક જ કોન્ટ્રાક્ટરને 167 કરોડ રૂપિયાના કામો સોપવા અંગે વિવાદ

અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં નવા રોડ બનાવવા અને રીસરફેસ કરવા માટે એક જ કોન્ટ્રાક્ટરને 167 કરોડ રૂપિયાના કામો સોપવા અંગેની વિવાદ આસપાસ દરખાસ્ત 25 જૂન બુધવારના રોજ મળનારી રોડ બિલ્ડીંગ કમિટીમાં મૂકવામાં આવી.

અમદાવાદ હેરમાં રોડ રીસરફેસ કરવા માટે ત્રણ વખત ટેન્ડર નીલ આવ્યા બાદ માત્ર એક જ સિંગલ ટેન્ડર કોન્ટ્રાક્ટર શ્રીજી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડને 30 ટકાથી વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મુકવામાં આવી છે. શહેરમાં નવા વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવા માટે પણ આ કંપનીને 26 ટકા વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપવાની પણ દરખાસ્ત મુકાઈ છે. આમ એક જ કોન્ટ્રાક્ટર શ્રીજી ઇન્ફ્રેશ પ્રાઇવેટ લિમિટેડને પશ્ચિમ વિસ્તારમાં કામગીરી માટે રૂપિયા 167 કરોડના કામો સોંપવાની દરખાસ્ત મુકાતા અનેક સવાલ ઊભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, કુલ 129.86 કરોડના અંદાજ સામે 37.62 કરોડનો બિનજરૂરી વધારો આપીને 167 કરોડના કામ મંજૂર કરવાની હિલચાલ ચાલી રહી છે. વ્હાઇટ ટોપીંગ રોડના બાકી કામો સમય મર્યાદામાં પૂરા થયા નથી, ત્યાં ચોમાસામાં પણ રોડના કામ સોંપી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ઇજનેર વિભાગ દ્વારા ટેન્ડરનો અંદાજ ખોટો મુકવામાં આવ્યો હોઈ શકે છે.

શહેરમાં રોડ રસ્તાના કામો આપવાને લઈને ભૂતકાળમાં પણ અનેક વિવાદો સામે આવ્યા છે ચોક્કસ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં રોડ પ્રોજેક્ટના અધિકારીઓની ટેન્ડરની શરતો મૂકવાને લઇને અનેક શંકાઓ ઊભી થઈ છે. રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ અંદાજ બનાવવાની કામગીરી કરે છે પરંતુ ત્યારબાદ કોન્ટ્રાક્ટરો જે ભાવ આપતા હોય છે તે 20 થી 30 ટકા ઉપર હોય છે આમ શું જાતે કરીને અધિકારીઓ તાજ ઓછો બનાવે છે અને પોતાના માનનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાવવા માટે થઈને ભાવ વધારે આવે અને તેમને ફાયદો થાય તે મુજબ દરખાસ્ત બનાવવામાં આવે છે. ભાજપના કેટલાક નેતાઓ પણ આ દરખાસ્તો ચૂપચાપ મંજૂર કરી દે છે જોકે ભાજપના મોવડી મંડળના કેટલાક નેતાઓની જાણ બહાર આ કરોડોના કોન્ટ્રાક્ટ તો મંજૂર થતા હોવાની પણ ભાજપના કોર્પોરેટરોમાં ચર્ચા છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *