માંગરોળ તાલુકાના વાંકલ ગામે ઉજવણી કરવામાં આવી
ભાજપ સરકાર ના સેવા સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતા ઉજવણી
માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભાજપની કેન્દ્ર સરકાર ના સેવા સુશાસન ના 11 વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી
વિકસિત ભારતનો અમૃત કાર્ડ સેવા શોશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થતા ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વાંકલ ગામે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિધાનસભાના સંયોજક દીપક વસાવા દ્વારા સ્થાનિક વિધાનસભા વિસ્તારમાં થયેલા વિકાસ કામોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં શૈક્ષણિક સંસ્થાઓ સિંચાઈ સુવિધાઓ રસ્તાઓ આરોગ્ય સુવિધા સહિતની અનેક યોજનાઓ ની છણાવટ કરવામાં આવી હતી ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ કામોની છણાવટ કરવામાં આવી હતી
પ્રદેશ ભાજપના પ્રતિનિધિ પ્રિયાંક શાહ દ્વારા વિકસિત ભારતનો અમૃત કાળમાં ગરીબોની સેવા, વંચિતો નું સન્માન, કિસાનોનું કલ્યાણ અને સરકારની યોજનાઓ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, હર ઘર જલ યોજના, પ્રધાનમંત્રી બીમા સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ ફસલ વીમા યોજના, સહિત અનેક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી, વિક્સિત ભારતના સંકલ્પ સાથે તમામ કાર્યકર્તાઓએ પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા ભાજપના ત્રણ મહામંત્રીઓ અને હોદ્દેદારો તેમજ સમગ્ર તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.