માંડવી તાલુકાની નોગામા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ.
વરસતા વરસાદ વચ્ચે મતદારોએ લાંબી કતારો લગાવી મતદાન કર્યું
માંડવી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી આજરોજ યોજાઈ હતી જેમાં વરસતા વરસાદ વચ્ચે મતદારોએ લાંબી કતારોમાં ઊભા રહી ઉત્સાહભેર મતદાન કર્યું .
માંડવી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી આજરોજ યોજાઈ હતી જેમાં વરસતા વરસાદ વચ્ચે મતદારોએ લાંબી કતારોમાં ઊભા રહી ઉત્સાહભેર મતદાન કર્યું હતું ત્યારે કુલ છ વાગ્યા સુધીનું મતદાન 83 ટકા નોંધવા પામ્યું છે. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ત્રણ વોર્ડની ચૂંટણી થઈ હતી. પાંચ સભ્યની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણી દરમિયાન મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી તેમજ ચાર ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી પ્રક્રિયા સંભાળી હતી…