સુરતના સારોલીમાં કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ ખોટકાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતના સારોલીમાં કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ ખોટકાઈ
ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ અધવચ્ચે અટકી
લિફ્ટમાં સવાર 6 લોકો ફસાતા અફરાતફરીનો માહોલ
ફાયર વિભાગે તમામ 6 લોકોને રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢ્યા

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ ખોટકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ અધવચ્ચે જ અટકી જતા અંદર સવાર છ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે ફાયરે તમામનુ રેસ્ક્યુ કરી સહિસલામત બહાર કાઢ્યા હતાં.

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક લિફ્ટ ખોટકાઈ જતાં ભારે ગભરાટ ફેલાયો હતો. લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ અધવચ્ચે જ અટકી ગઈ હતી. આ સમયે લિફ્ટમાં કુલ છ લોકો ફસાઈ ગયા હતાં. લિફ્ટ અધવચ્ચે અટકી જતા અંદર ફસાયેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, એક વ્યક્તિએ ગભરાયા વિના સમયસૂચકતા વાપરી તાત્કાલિક સુરત ફાયર વિભાગના કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે લિફ્ટમાં ફસાયેલા તમામ છ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નથી. છ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવતા વેપારીઓ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. લિફ્ટમાં ટેકનિકલ ખામી કયા કારણોસર સર્જાઈ તે અંગેની તપાસ પણ મહત્વની બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *