સુરતમાં ‘NO DRUGS IN SURAT CITY’ અભિયાન હેઠળ પોલીસની કાર્યવાહી
અશ્વનીકુમાર પોલીસે 2 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અશ્વનીકુમાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 2 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસની કાર્યવાહી યથાવત્ હોય તેમ નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન અંતર્ગત અશ્વનીકુમાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે અશ્વનીકુમાર વિસ્તારમાં તપાસ હાથ ધરી આશરે 1.31 લાખની કિંમતના 2 કિલોથી વધુનો ગાંજાના જથ્થા સાથે ચિરાગ વસાવા નામના આરોપીને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
