સુરતમાં ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે થયેલી મારામારી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે થયેલી મારામારી
મારામારી બાદ આફ્રિકન યુવકનું મોત થતાં ચકચાર મચી
ટ્રેનમાં દરવાજા પાસે મુસાફરી કરવા બાબતે માથાકૂટ

ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે થયેલી મારામારી બાદ આફ્રિકન યુવકનું મોત થતાં ચકચાર મચી છે. ટ્રેનમાં દરવાજા પાસે મુસાફરી કરવા બાબતે યુવકની બે અન્ય મુસાફરો સાથે માથાકૂટ થઈ હતી.

રેલ્વેમાં એક વિદેશી મુસાફરના મોતને લઈ ચકચાર મચી જવા પામી છે. ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં દરવાજા પાસે મુસાફરી કરવા બાબતે આફ્રિકન યુવક અને બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં ત્રણેય વચ્ચે મારામારી થતાં આરપીએફ અને જીઆરપીને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્ટેશન પર ટ્રેનમાંથી ત્રણેયને ઉતારી પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસ મથકે પહોંચ્યા બાદ આફ્રિકન યુવકની અચાનક તબિયત લથડતા તબીબને બોલાવવામાં આવ્યા હતા.

તબીબે હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપતા યુવકને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મારામારીના કારણે મોત થયું હોવાની આશંકા વચ્ચે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે. મોતનું સાચું કારણ જાણવા પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે અને પીએમ રિપોર્ટ બાદ હકીકત સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *