વલસાડમાં ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર દોડતું થયું.

Featured Video Play Icon
Spread the love

વલસાડમાં ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર દોડતું થયું.
ઔરંગા નદીના પાણી ગામમાં ઘૂસતા ભાગડાખુર્ડ સંપર્ક વિહોણું.
રાજ્યમાં પૂરથી 463 માર્ગો બંધ.

વલસાડમાં ઔરંગા નદી ભયજનક સપાટીએ, એનડીઆરએફ તૈનાત. રાજ્યમાં પૂરથી 463 માર્ગો બંધ. ચીખલીમાં કાવેરી નદીના પૂરમાં મંદિર ગરકાવ, સુરત-નવસારી રોડ બેટમાં ફેરવાયો.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત વરસતા તોફાની વરસાદને કારણે નવસારી, વલસાડ, સુરત અને તાપી સહિતના 9 જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદી ભયજનક સપાટી વટાવી જતાં ઘોડાપૂર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. વલસાડના પારડી, કાશમીર નગર અને બંદર રોડ પર નદીના પાણી ફરી વળ્યા છે, જ્યારે ભાગડા ખુર્ડ ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું છે. અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર દ્વારા NDRF ની ટીમ ગ્રાઉન્ડ પર તૈનાત કરી દેવામાં આવી છે.

અતિભારે વરસાદના પગલે સમગ્ર રાજ્યમાં 643થી વધુ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે, જેમાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓને સૌથી વધુ અસર પહોંચી છે. વલસાડમાં સૌથી વધુ 281, નવસારીમાં 131, તાપીમાં 18 અને સુરતમાં 12 માર્ગો બંધ કરાયા છે. સુરત-નવસારી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *