સુરત : આજે નીટ 2025નુ પરિણામ જાહેર
સુરતની પી.પી. સવાણી ગ્રુપના વિદ્યાર્થીએ બાજી મારી
જેનિલ ભાયાણી ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
આલ ઇન્ડિયા રેકમાં છઠ્ઠો નંબર મેળવ્યો
નીટ 2025નુ પરિણામ જાહેર કરાયુ છે જેમાં સુરતની પી.પી. સવાણી ગ્રુપના વિદ્યાર્થીએ સમગ્ર ભારતમાં છઠ્ઠો નંબર અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવતા પી.પી. સવાણી ગ્રુપ દ્વારા તેને શુભેચ્છાઓ પાઠવાઈ હતી.
સમગ્ર દેશમાં લેવાતી પરિક્ષાઓમાં સૌથી અગ્રીમ પરિક્ષા એટલે નીટ. નીટ પરિક્ષાનું આજ રોજ જાહેર થયેલા પરિણામમાં સુરત પી.પી.સવાણી સ્કૂલનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઈ ભાયાણી એ સમગ્ર ભારતમાં છઠ્ઠો તથા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જેને લઈ જેનિલ વિનોદ ભાયાણીએ સમગ્ર ભારતમાં સુરત તથા પી.પી.સવાણીનું નામ રોશન કર્યું હતું આ તબક્કે પી.પી.સવાણી ગૃપના ચેરમેન વલ્લભભાઈ સવાણીએ જેનિલ ભાયાણીને આગળના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.