સુરત સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં મારામારી

Featured Video Play Icon
Spread the love

સુરત સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં મારામારી
લાકડાના ફટકા અને સળીયા લઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

સુરત સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં જાહેરમાં લાકડાના ફટકા અને સળીયા લઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલ અને કેએ ચૌહાણની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યરે જાહેરમાં સળીયા તથા લાકડાના ફટકા લઈ સોશિયલ મીડિયામાં રિલ બનાવી વાયરલ કરનાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી ત્યારે એએસઆઈ પ્રદિપસિંહ, અહેકો કુલદીપસિંહ અને અહેકો મહેન્દ્રસીંહ તથા અપોકો મેહુલભાઈને મળેલી બાતમીના આધારે પાલીગામ વિરાટ કોમ્પલેક્ષ પાસેથી આરોપીઓ રિવ ઉર્ફે ગોલુ હેમરાજ જેવેન્દ્રસિંગ, શુભમ અર્જુન સરોજ, વિશાલ રામનારાયણ મોર્યા અને મોનુ દિલીપ ગૌતમને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *