અમદાવાદમાં ફાયર વિભાગની કડક કાર્યવાહી.
દિલ્હીની આગની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં.
મોલ, મલ્ટિપ્લેક્સ, હોટેલ અને હોસ્પિટલને અપાઈ સૂચના.
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા તાકીદે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવીને સમગ્ર શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરી દેવાયું છે.
દિલ્હીની એક હોટેલમાં લાગેલી આગ જેવી ઘટના અમદાવાદમાં ન બને તે માટે ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. શહેરમાં મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, રેસ્ટોરન્ટ અને હોસ્પિટલો જેવી જાહેર ભીડવાળી જગ્યાઓ પર ઇમરજન્સી એક્ઝિટના દરવાજા પરથી ડિજિટલ લોક તાત્કાલિક હટાવી લેવા કડક સૂચના આપી છે. આ આદેશનું પાલન ન કરનારા એકમોને 48 કલાકની નોટિસ આપીને સીલ કરવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરાશે. બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે શોર્ટ સર્કિટના કારણે સૌપ્રથમ પાવર સપ્લાય ખોરવાઈ જાય છે. જો પાવર કટ થાય અને બેકઅપ બેટરી સિસ્ટમ ફેલ થાય, તો આ ડિજિટલ લોક કાયમી ધોરણે ‘લોક મોડ’માં આવી જાય છે, જેને મેન્યુઅલી ખોલવા અશક્ય બની જાય છે. વળી, તીવ્ર ધુમાડા અને ગરમીના કારણે સેન્સર્સ પણ કામ કરતાં બંધ થઈ જાય છે, જેના લીધે લોકો અંદર જ ફસાઈ જાય છે.
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા આ અંગે તાકીદે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવીને સમગ્ર શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરી દેવાયું છે. સામાન્ય રીતે સુરક્ષા માટે વપરાતા ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક લોક આગ અકસ્માત સમયે સૌથી મોટો ખતરો સાબિત થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયરને સૂચના આપી છે કે, કોઈપણ પ્રકારની રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય, મોલ હોય, મલ્ટીપ્લેક્સ, હોટેલ અને હોસ્પિટલ હોય તેમાં ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાન કે જે ભાગવાનો રસ્તો હોય છે તે પ્રોપર હોવા જોઈએ અને તેમાં ઇલેક્ટ્રો મેગ્નેટિક ડોર જે ઇલેક્ટ્રિક સાથે કે બેટરી સાથે કનેક્ટેડ ન હોવા જોઈએ. ફાયરના જે નિયમો છે તેનું પાલન થવું જરૂરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
