સુરતના રીંગરોડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક

Featured Video Play Icon
Spread the love

સુરતના રીંગરોડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક
બેગમવાડીની તિરૂપતિ માર્કેટમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો
હુમલામાં બાળકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા

સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલા બેગમવાડીની તિરૂપતિ માર્કેટમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. પાર્કિંગ વિસ્તારમાં ખરીદી કરવા આવેલી મહિલાના માસૂમ બાળક પર કૂતરાએ હુમલો કરતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતમાં વારંવાર રખડતા શ્વાનોનો આતંક સામે આવી રહ્યું છે ત્યારે રીંગરોડની તિરૂપતિ માર્કેટ ખાતે રખડતા કૂતરાએ બાળકને નિશાન બનાવતાં આસપાસ હાજર લોકો દોડી આવ્યા હતા અને બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં બાળકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. ઘટનાને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ પણ માર્કેટ વિસ્તારમાં રખડતા શ્વાનોના ટોળાં ફરતા હોવાની ફરિયાદો ઉઠી હતી, છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *