ભાવનગરના ખેડૂતવાસમાં બે પરિવાર વચ્ચે હિંસક અથડામણ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના ખેડૂતવાસમાં બે પરિવાર વચ્ચે હિંસક અથડામણ
અથડામણમાં સામસામે પથ્થરમારો
પાંચ જેટલાને લોકોને ઈજા

ભાવનગરના ખેડૂતવાસમાં બે પરિવાર વચ્ચે હિંસક અથડામણમાં સામસામે પથ્થરમારો થયા પાંચ જેટલાને લોકોને ઈજા

ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે ઝઘડો થયો. ભાવનગર શહેરના રૂવાપરી રોડ બહુચરાજી માતાના મંદિરની સામે બે પરિવાર વચ્ચે મારામારી સર્જાઈ હતી. તેમાં બંને પક્ષ દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો હતો. બી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાંચ જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ વિગતની રાહ જોવાઈ રહી છે જયારે પોલીસ ફરીયાદ અને તપાસ બાદ સત્ય સામે આવશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *