સુરતના ઉતરાણમાં ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી
પ્રાથમિક સુવિધા અને આઈસીના નાણાને લઈ વિરોધ
શું તંત્ર ગોળ અને ખોળની રીતે અપનાવી રહ્યું છે ?
સુરતના ઉતરાણ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને આઈસીના નાણાને લઈ વિરોધ કરી રહેલા લોકોએ ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.
ઉતરાયણમાં આવેલા ગોકુળ પાર્ક બેના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર બે માં ગોકુળ પાર્ક સોસાયટી ના રહીશોએ સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી રોડની સમસ્યા હોવાનુ કહ્યુ હતુ સાથે એમ પણ આક્ષેપ કર્યો હતો કે આઈ.સી. ના નાણા ન ભર્યાના કારણે આ રોડ નથી બની રહ્યો તેવું તંત્ર દ્વારા કહેવાઈ રહ્યું છે. પરંતુ આજુબાજુની સોસાયટીએ પણ આઈસીના નાણા ભર્યા નથી અને તે સોસાયટીમાં રોડ જોવા મળી રહ્યો છે. તો ગોકુળપાર્ક સોસાયટી 2 માં રહેતા રહીશો નો શું વાક ? શું તંત્ર ગોળ અને ખોળની રીતે અપનાવી રહ્યું છે ? કોઈપણ એક પક્ષ નહીં પરંતુ દરેક પક્ષનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. કોઈપણ પાર્ટીએ સોસાયટીની અંદર આવવું નહીં તેવા બેનરો લગાવી અને ત્રણેય પક્ષના ચિન્હો પર લાલ ચોકડી મારી વિરોધ કરવામાં આવ્યો છે. તો બેનરમાં લખ્યુ છે કે પેલા રોડ પછી વોટ તેમ કહી વિરોધ કરવામાં આવ્યો છે.
