સુરત મનપા દ્વારા કપુરની ખરીદીમા કૌભાંડ
1500 રૂપિયે કિલો મળતી કપુરની ગોળી 3530 રૂપિયે ખરીદી
પાલિકાએ દરખાસ્ત મંજુર કરતા વિવાદ શરૂ થયો
સુરત મનપા દ્વારા કપુરની ખરીદી માટેની મંજુર કરાયેલી દરખાસ્તને લઈ ભ્રષ્ટ્રાચારની બુમ ઉટી છે. 1500 રૂપિયે કિલો મળતી કપુરની ગોળી 3530 રૂપિયે કિલો ખરીદવા પાલિકાએ દરખાસ્ત મંજુર કરતા વિવાદ શરૂ થયો છે.
સુરત મનપા દ્વારા મંજૂર કરાયેલ કપૂરની દરખાસ્તમાં સુંગધ નહીં પણ ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે. સુરતમાં કપૂર વિક્રેતા પરથી સાચા ભાવની માહિતી સામે આવી છે જેમાં સૌથી ઉચ્ચ ક્વોલિટી કપુરની કિંમત 1500 રૂપિયા કિલો છે. જો કે મનપા દ્વારા કપૂરની 3530 રૂપિયા કિલો ખરીદીની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. કપૂરના વેપારીએ કહ્યું કોઈ સંજોગોમાં 3530 કિલો કપૂર હોઈ શકે નહીં. એક હોલસેલ ભાવે જથ્થાબંધ ખરીદી કરવાની વાત હોય તો 1500 રૂપિયા કરતા પણ ઓછા ભાવે મળી રહે જેથી મનપા દ્વારા મંજૂર કરાયેલ કપૂરના દરખાસ્ત અને બજારમાં મળતા કપૂર ના ભાવ વચ્ચે જમીન આસમાનનો ફરક જોવા મળ્યો છે. કપૂરની ખરીદીમાં મોટુ કૌભાંડ થયુ હોવાના આક્ષેપ કોંગ્રેસ નેતા અસ્લમ સાયકલ વાલા કર્યો છે. અને જણાવ્યુ હતુ કે પ્રજાના પૈસાનો વેડફાટ કઈ રીતે કરવો તેનું કપૂર કૌભાંડ જીવતું ઉદાહરણ છે. શાસકોએ પાંચ વર્ષમાં માત્ર પ્રજાના પૈસાના કૌભાંડ જ કર્યા છે. 31 વર્ષના શાસનમાં આ વખતે પ્રજા ચૂંટણીમાં અરીસો દેખાડી દેશે. 1500 રૂપિયા મળતું કપૂર ત્રણ ગણા ભાવે ખરીદીની મંજૂરી અપાય છે. મનપાના છેલ્લા દિવસોમાં તો શાસકોએ માત્ર કૌભાંડો માટેની જ મંજૂરી આપી હોય તેમ કહી માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ આપવા માટેનું કાવતરૂ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
