સુરતમાં રાંધણ ગેસની અછત અને કાળાબજાર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રાંધણ ગેસની અછત અને કાળાબજાર
પરપ્રાંતીય શ્રમિકો વતનની વાટ પકડી
ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછત સર્જાવાની ભીતિ

સુરતમાં રાંધણ ગેસની અછત અને કાળાબજારના કારણે હવે પરપ્રાંતીય શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. અંજની ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામ છોડી વતન જવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસની અછત ગંભીર બની છે. 1200 રૂપિયાનું ગેસ સિલિન્ડર કાળાબજારમાં 4000 થી 5000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં હવે કાળાબજારમાં પણ સિલિન્ડર મળતા નથી તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ પરિસ્થિતિનો સીધો ફટકો મર્યાદિત આવક ધરાવતા પરપ્રાંતીય શ્રમિકોને પડી રહ્યો છે. જેના કારણે કોરોનાકાળની જેમ હવે ફરી એકવાર શ્રમિકો વતન તરફ પરત ફરવા લાગ્યા છે.

સુરતની અંજની ઈન્ડસ્ટ્રીયલમાં અંદાજે 40થી 50 ટકા જેટલા શ્રમિકો વતન જવા નીકળી ગયા હોવાની માહિતી મળી રહી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે એક તરફ ગેસની અછત અને બીજી તરફ યાર્નના ભાવમાં વધારાને કારણે વિવિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. જો શ્રમિકોની અછત વધશે તો ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી બંધ થવાની કગાર પર આવી શકે છે. આ મામલે વિવિંગ ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ વચલો રસ્તો શોધી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *