મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે.
તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજનાનું થશે લોકાર્પણ.
927 કરોડના ખર્ચે તૈયાર થઈ મહત્વકાંક્ષી યોજના.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું. આ યોજના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારના આદિવાસી ખેડૂતો માટે આર્થિક અને સામાજિક પરિવર્તન લાવશે.
વર્ષોથી વરસાદી ખેતી પર નિર્ભર રહેતા આદિવાસી ખેડૂતોને હવે બારેમાસ સિંચાઈનો લાભ મળશે. આ યોજના દ્વારા ખેતરો સુધી પાઈપલાઈન દ્વારા સીધું પાણી પહોંચાડવામાં આવશે. ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામના ખેડૂત કિશોરભાઈ પાડવીએ આ યોજના અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘હવે આકાશી ખેતીનો અંત આવશે. સરકારની સિંચાઈ યોજનાના લાભથી અમારા ખેતરો સુધી પાઈપલાઈન દ્વારા સીધું પાણી મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું, 927 કરોડના ખર્ચે તૈયાર થઈ છે આ મહત્વકાંક્ષી યોજના.
બારેમાસ ઘાસચારો ઉપલબ્ધ થવાથી દૂધની આવકમાં વધારો થશે અને પશુપાલકો સમૃદ્ધ બનશે. આર્થિક સદ્ધરતા આવવાથી બાળકોને સારું શિક્ષણ આપી શકાશે અને વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. ખેડૂતો રાજ્ય સરકારના આ પ્રયાસ બદલ આભાર વ્યક્ત કરી રહ્યા છે, જે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
