ગુજરાતમાં નકલી દૂધને લઈને આપનેતાઓના ગંભીર આક્ષેપ
ગોપાલ ઇટાલિયાએ કહ્યું અમે સત્રમાં પણ આ મુદ્દે અવાજ ઊઠાવીશું
લેબ ટેસ્ટ દરમિયાન દૂધમાં બીફ ટેલો, પામ ઓઈલ મળી આવ્યા
અમરેલીના વડીયામાંથી જપ્ત થયેલા 10 હજાર લીટર શંકાસ્પદ દૂધ નકલી હોવાના રિપોર્ટ બાદ તેનો નાશ કરાયો છે. ગુજરાત સરકારની ફૂડ લેબોરેટરીમાં દૂધના સેમ્પલ મોકલાયા હતા. આ લેબ ટેસ્ટ દરમિયાન દૂધમાં બીફ ટેલો, પામ ઓઈલ મળી આવ્યા છે.
દૂધમાં પ્રાણીની ચરબી ભેળવવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નકલી દૂધનો 10 હજાર લીટરનો જથ્થો અમરેલીના હનુમાન ખીજડીયા ગામેથી દૂધ વાહન મારફતે અરવલ્લી અને સાબરકાંઠાની ડેરીમાં લઈ જવાતું હતુ. ત્યારે નકલી દૂધને લઈને AAP નેતાઓએ ગંભીર આક્ષેપ કરતા ગોપાલ ઈટાલીયાએ કહ્યું છે કે આવતીકાલથી અમે સત્રમાં પણ આ મુદ્દે અવાજ ઊઠાવીશું, યુવરાજસિંહે સવાલ પૂછતા કહ્યું હતું કે જે ગામમાં એક બકરી પણ ન હોય, ત્યાંથી 10 હજાર લીટર દૂધ ક્યાંથી આવે?.’ આ ઘટનાએ સહકારી ડેરીઓ અને ખાનગી એકમો વચ્ચેના મિલીભગત પર મોટા સવાલો ઉભા કર્યા છે. ખાનગી યુનિટમાંથી નીકળેલું દૂધ સરકારી કે સહકારી ડેરી સુધી કેવી રીતે પહોંચે છે ?
શું આ દૂધ નકલી કેમિકલયુક્ત છે ? શા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આટલા મોટા નેટવર્કથી અજાણ છે ?
ઘણા સમયથી યુવરાજસિંહ જાડેજા શંકાસ્પદ દૂધના રેકેટ પાછળ ‘રેકી’ કરી રહ્યા હતા. તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, અમરેલીના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે આવેલા ‘દ્વારકેશ’ નામના યુનિટમાંથી એક શંકાસ્પદ દૂધનું ટેન્કર ભરાઈને અરવલ્લી જિલ્લાના બાયડ તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે યુવરાજસિંહ પોતાની ટીમ સાથે આ ટેન્કરનો પીછો કરી રહ્યા હતા. જેવું ટેન્કર જેતપુર તાલુકાની હદમાં અમનગર અને ખીરસરા વચ્ચે પહોંચ્યું, ત્યારે ટેન્કર માફિયાઓએ ફિલ્મી ઢબે યુવરાજસિંહની ગાડીને આંતરી હતી. હુમલા બાદ તાત્કાલિક જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. શંકાસ્પદ ટેન્કરને હાલ પોલીસ મથકે લાવી દેવામાં આવ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
